
IPL 2026નો ખિતાબ ભલે RCBએ જીત્યો હોય, પરંતુ સમગ્ર સિઝનમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનું રહ્યું. રાજસ્થાન રોયલ્સના આ યુવા બેટ્સમેને પોતાની વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. 776 રન, 5 મોટા એવોર્ડ અને અનેક ઐતિહાસિક રેકોર્ડ્સ સાથે વૈભવે IPL 2026ને પોતાના નામે કરી દીધી હતી.

લીગ મેચો બાદ IPL 2026 હવે તેના નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. મંગળવારથી પ્લેઓફનો રોમાંચ શરૂ થવાનો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), ગુજરાત ટાઇટન્સ (GT), સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR)એ ટોપ-4માં જગ્યા બનાવી છે. હવે સવાલ એ છે કે આ ચાર ટીમોમાંથી કઈ ટીમ ખિતાબની સૌથી મોટી દાવેદાર છે.