
RBI દ્વારા રેપો રેટ 5.25% પર યથાવત રાખવામાં આવતા હાલ હોમ લોનની EMIમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. વિવિધ બેંકોની શરૂઆતની વ્યાજદર મુજબ સૌથી ઓછી દરો આ પ્રમાણે છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી બેઠક બાદ પણ શેરબજારમાં તેજી ટકી શકી નહીં. RBIએ રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખ્યો હોવા છતાં રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો નહીં અને દિવસના અંતે સેન્સેક્સ તથા નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ રહ્યા. કારોબાર પૂર્ણ થતાં BSE સેન્સેક્સ 116.67 પોઇન્ટના ઘટાડા સાથે 74,243.34 પર બંધ રહ્યો.

દેશભરના કરોડો લોનધારકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા વિના તેને 5.25 ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. RBIના આ નિર્ણયથી હોમ લોન, કાર લોન અને અન્ય ફ્લોટિંગ રેટ લોનની EMIમાં હાલ કોઈ વધારો નહીં થાય, જેના કારણે ગ્રાહકોને આર્થિક રાહત મળશે.