Get News Alerts

Never miss breaking news updates.

RBIના નિર્ણય બાદ પણ બજારમાં ઘટાડો, સેન્સેક્સ 117 પોઇન્ટ તૂટ્યો

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી બેઠક બાદ પણ શેરબજારમાં તેજી ટકી શકી નહીં. RBIએ રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખ્યો હોવા છતાં રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો નહીં અને દિવસના અંતે સેન્સેક્સ તથા નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ રહ્યા. કારોબાર પૂર્ણ થતાં BSE સેન્સેક્સ 116.67 પોઇન્ટના ઘટાડા સાથે 74,243.34 પર બંધ રહ્યો.
R Gajjar
R GajjarUpdated on: 05 Jun 2026 06:50 PM IST
RBIના નિર્ણય બાદ પણ બજારમાં ઘટાડો, સેન્સેક્સ 117 પોઇન્ટ તૂટ્યોRBIના નિર્ણય બાદ પણ બજારમાં ઘટાડો, સેન્સેક્સ 117 પોઇન્ટ તૂટ્યો

RBI Policy Impact on Stock Market: ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી બેઠક બાદ પણ શેરબજારમાં તેજી ટકી શકી નહીં. RBIએ રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખ્યો હોવા છતાં રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો નહીં અને દિવસના અંતે સેન્સેક્સ તથા નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ રહ્યા. કારોબાર પૂર્ણ થતાં BSE સેન્સેક્સ 116.67 પોઇન્ટના ઘટાડા સાથે 74,243.34 પર બંધ રહ્યો, જ્યારે NSE નિફ્ટી 49.85 પોઇન્ટ તૂટીને 23,366.70 પર પહોંચી ગયો.

IT અને મેટલ શેરોમાં ભારે વેચવાલી

શુક્રવારના કારોબારમાં મેટલ અને IT સેક્ટરના શેરોમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું.

  • હિન્દાલ્કો
  • વિપ્રો
  • ટ્રેન્ટ
  • કોલ ઈન્ડિયા
  • TCS
  • જ્યારે નીચેના શેરોએ બજારને થોડો ટેકો આપ્યો
  • અદાણી એન્ટરપ્રાઇઝ
  • હિન્દુસ્તાન યુનિલીવર
  • અદાણી પોર્ટ્સ
  • બજાજ ફાઇનાન્સ
  • એક્સિસ બેંક

બજારમાં ઘટાડા પાછળના 3 મોટા કારણો

  1. રોકાણકારોની નફાવસૂલી
    બજારની શરૂઆત મજબૂત રહી હતી. સેન્સેક્સ 300 પોઇન્ટથી વધુ ચડ્યો હતો અને નિફ્ટી 23,500ની ઉપર પહોંચી હતી. પરંતુ ઊંચા સ્તરે પહોંચ્યા બાદ રોકાણકારોએ નફો બુક કરવાનું શરૂ કરતાં વેચવાલી વધી ગઈ.
     
  2. RBIએ મોંઘવારીનો અંદાજ વધાર્યો
    RBIએ નાણાકીય વર્ષ 2026-27 માટે મોંઘવારીનો અંદાજ 4.6 ટકાથી વધારીને 5.1 ટકા કર્યો છે. વૈશ્વિક સ્તરે ઊર્જા કિંમતોમાં વધારો અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા મોંઘવારી અંગે ચિંતા વધી છે.
     
  3. GDP વૃદ્ધિનો અંદાજ ઘટાડ્યો
    RBIએ ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ પણ ઘટાડ્યો છે. હવે 2026-27 માટે GDP વૃદ્ધિ 6.6 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે, જે અગાઉના 6.9 ટકાથી ઓછો છે. આ કારણે રોકાણકારોમાં ચિંતા વધી અને બજાર પર દબાણ આવ્યું.

રોકાણકારો માટે શું સંકેત?
બજાર નિષ્ણાતોના મતે ટૂંકા ગાળામાં વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, મોંઘવારી અને વ્યાજદર સંબંધિત નિર્ણયો શેરબજારની દિશા નક્કી કરશે. આગામી સપ્તાહમાં વિદેશી રોકાણકારોની ચાલ અને વૈશ્વિક બજારોનું વલણ મહત્વપૂર્ણ રહેશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com