Bharuch Project Asmita: ભરૂચ જિલ્લામાં મહિલા સશક્તિકરણ, રોજગારી તેમજ ઔદ્યોગિક સંરક્ષણ અને વિકાસને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી અંકલેશ્વર GIDC ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભરૂચ પોલીસના ‘પ્રોજેક્ટ અસ્મિતા’નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અનેક વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. 526 મહિલાઓને મળ્યા રોજગારીના નિમણૂકપત્ર...