વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા મહાનગર વુડા આવાસમાં બે જૂથ વચ્ચે થયેલી ઉગ્ર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાહેરમાં થયેલી આ ધિંગાણાની ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે, જ્યારે પોલીસે વીડિયો આધારે તપાસ શરૂ કરી છે.