ભારતીય રેલવેએ સુરતના ઉધના રેલવે સ્ટેશન પર માત્ર 8 કલાકમાં દેશનો પ્રથમ સ્ટીલ પેદેસ્ટ્રિયન સબવે બનાવીને નવી સિદ્ધિ નોંધાવી છે. કોરુગેટેડ સ્ટીલ આર્ચ ટેક્નોલોજીથી તૈયાર કરાયેલા આ સબવેના નિર્માણથી મુસાફરોને સુરક્ષિત અવરજવર મળશે અને રેલવે ટ્રાફિકને પણ ખૂબ ઓછો વિક્ષેપ પહોંચ્યો છે. આ ટેક્નોલોજી ભવિષ્યમાં દેશભરમાં ઝડપી અને આધુનિક અંડરપાસ નિર્માણ માટે માર્ગદર્શક બનશે.