
ગાંધીનગર: ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારી (TDO) સંવર્ગમાં મહત્વનો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. 19 ઓગસ્ટ, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ રાજ્યના વિવિધ તાલુકાઓમાં ફરજ બજાવતા 30 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2ના 8 અધિકારીઓને TDO તરીકે નવી નિમણૂક આપવામાં આવી છે. સરકારના...

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ, ભવ્ય અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે સમગ્ર જામનગર જિલ્લામાં આગામી તારીખ 5 જૂનથી 21 જૂન, 2026 દરમિયાન વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરના ‘સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ’ના સંકલ્પને સાકાર કરવા માટે જામનગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં એક સપ્તાહ માટે ‘વિશેષ સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરવામાં આવી છે.