Mumbai Ahmedabad Highway Accident: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર મંગળવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો અને કન્ટેનર ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ઓછામાં ઓછા 12 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોના આગળના ભાગના ચૂરા ઉડી ગયા હતા. અકસ્માત બાદ હાઈવે પર ચીસો અને અરેરાટી મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને હાઈવે પોલીસ તાત્કાલિક ઘટ