અમદાવાદ ઝડપથી આધુનિક અને વૈશ્વિક શહેર તરીકે વિકસી રહ્યું છે. શહેરમાં વિશ્વસ્તરીય ગગનચુંબી ઇમારતો અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના વિકાસ સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર થઈ રહી છે. આ વિકાસ અમદાવાદને માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અગ્રણી શહેરી કેન્દ્રોમાં સ્થાન અપાવવાની દિશામાં આગળ ધપાવી રહ્યો છે.