Nadiad News: નડિયાદ શહેરના મધ્યમાંથી પસાર થતાં વરસાદી પાણીના નિકાલનો મુખ્ય કાંસની સફાઈ અને રિનોવેશનની કામગીરી છેલ્લા ઘણાં દિવસોથી ચાલી રહી છે. હાર્દસમા સ્ટેશન રોડ પર સરદારની પ્રતિમા વિસ્તારમાં સરાદર ભુવનની દુકાનો ઉતાર્યા બાદ છેલ્લા લાંબા સમયથી કાંસની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.