Gujarat Urban Development: ગુજરાતના શહેરી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિવિધ વિકાસ કાર્યો માટે સરકાર દ્વારા કુલ ₹3,850 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આ ફાળવણીના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શહેરી વિકાસ મંત્રી કનુ...