ગુજરાતમાં સાયબર ગુનાઓ સામે હવે વધુ આક્રમક કાર્યવાહી શરૂ થવા જઈ રહી છે. રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા આજથી રાજ્યવ્યાપી ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’નો પ્રારંભ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ સહિતના અધિકારીઓને સાયબર ઠગાઈમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.