અમદાવાદમાં મિનરલ વોટર બોટલિંગના વ્યવસાયમાં રોકાણ કરાવી ઊંચા નફાની લાલચ આપી ₹1.55 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખોટા બિલ અને બનાવટી બેંક સ્ટેટમેન્ટના આધારે રોકાણકારનો વિશ્વાસ જીતી કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હોવાના આરોપ વચ્ચે EOW ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે તપાસ તેજ કરી છે.