
Junagadh SOG: નવરાત્રીના તહેવાર પહેલા જૂનાગઢ SOG દ્વારા ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.

Dahod જિલ્લામાં ડ્રગ્સ સામે પોલીસને મોટી સફળતા મળી છે. ખંગેલા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા મેફોગ્રેન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

અમદાવાદ: ડ્રગ્સના કેસમાં વોન્ટેડ રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે જાલોર જિલ્લાના સાંચોર તાલુકાના દાંતા (બાવળીયા) ગામના 40 વર્ષીય વેપારી રાજુરામ બિશ્નોઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમના વતન ગામમાંથી મેફેડ્રોન રિકવરીના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવી હતી.