
Man ki Baat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમના 138મા એપિસોડમાં આતંકવાદ, સર્જિકલ સ્ટ્રાઈક, જનગણના અને અશોક સિંઘલ સહિતના વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો.

પટણા, 26 જુલાઈ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમને પટણાના કદમકુઆ સ્થિત પીરમોહાની-લોહાનીપુર વિસ્તારમાં સ્થાનિક લોકો અને પોતાના પરિવારજનો સાથે સાંભળ્યો હતો. કાર્યક્રમ બાદ તેમણે કહ્યું કે ‘મન કી બાત’ દેશના લોકો દ્વારા કરવામાં આવી રહેલા નવાચાર, સામાજિક પ્રયાસો અને પર્યાવરણ સંરક્ષણની પહેલને રાષ્ટ્રીય અને વૈશ્વિક ઓળખ અપાવતું અસરકારક માધ્યમ બની ગયું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'ના 135મા એપિસોડમાં મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવરાની મહિલાઓના અનોખા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આ મહિલાઓએ પ્લાસ્ટિકના કચરાને સમસ્યા નહીં પરંતુ ઉકેલમાં ફેરવી સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ઘાટલોડિયા મતવિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને કેસર કેરીથી લઈને એસ્ટ્રોનોમી સુધીના વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમજ કાળઝાળ ગરમીમાં લોકો પોતાની અને પરિવારની વિશેષ કાળજી રાખે તેવી અપીલ કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'ના 134મા એપિસોડમાં ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના આકાશ ગુપ્તાના નદી સ્વચ્છતા અભિયાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આકાશે ફરિયાદ કરવાના બદલે પરિવર્તનની શરૂઆત કરી અને મનોરમા નદીને સ્વચ્છ બનાવવા યુવાનોને સાથે જોડીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.