
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે, ત્યારે કેટલીક ટીમોના ખરાબ પ્રદર્શન બાદ આગામી સીઝન માટે મોટા ફેરફારોની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને લખનૌ સુપર જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સમાં કેપ્ટનશીપ બદલાવની અટકળોએ જોર પકડ્યું છે. ઋષભ પંત, અક્ષર પટેલ અને અજિંક્ય રહાણે જેવા મોટા નામોની કેપ્ટનશીપ પર હવે સવાલો ઊભા થયા છે.

IPLમાં 10 ટીમોના ફોર્મેટમાં સામાન્ય રીતે 16 પોઈન્ટને પ્લેઓફ માટે સુરક્ષિત ‘મેજિક નંબર’ માનવામાં આવે છે. ઈતિહાસ મુજબ 16 પોઈન્ટ મેળવનાર ટીમો લગભગ હંમેશા પ્લેઓફમાં પહોંચી છે. હાલમાં RCB, SRH અને GT પાસે 11 મેચમાં 14 પોઈન્ટ છે અને તેમને ક્વોલિફાય થવા માટે બાકીની મેચોમાંથી માત્ર એક જીત જરૂરી છે.