ગાંધીનગર: રાજ્યમાં કૌશલ્ય વિકાસ અને ઔદ્યોગિક પ્રગતિને વધુ વેગ આપવા માટે ગાંધીનગર ખાતે રૂ. 20 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર 'કૌશલ્ય વિકાસ ભવન'નું અષાઢી બીજના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત અને ઉદ્યોગ વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અખિલ ભારતીય સંયોજક (હિન્દુ ધર્માચાર્ય...