
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે, ત્યારે કેટલીક ટીમોના ખરાબ પ્રદર્શન બાદ આગામી સીઝન માટે મોટા ફેરફારોની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને લખનૌ સુપર જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સમાં કેપ્ટનશીપ બદલાવની અટકળોએ જોર પકડ્યું છે. ઋષભ પંત, અક્ષર પટેલ અને અજિંક્ય રહાણે જેવા મોટા નામોની કેપ્ટનશીપ પર હવે સવાલો ઊભા થયા છે.

આ IPLમાં કોહલીનું આ 9મું શતક છે. તેમણે KKR સામે IPLમાં બીજી સદી ફટકારી છે. આ સાથે તેઓએ એક ટીમ સામે સૌથી વધુ સદી લગાવવાના મામલે Jos Buttlerની બરાબરી કરી છે. કોહલીએ આ પારી દરમિયાન T20 ક્રિકેટમાં 14,000 રનનો માઇલસ્ટોન પણ પૂર્ણ કર્યો. તેઓ આ સિદ્ધિ સૌથી ઓછી ઇનિંગ્સ (409)માં મેળવનારા ખેલાડી બન્યા અને Chris Gayleને પાછળ છોડ્યા.

IPLમાં 10 ટીમોના ફોર્મેટમાં સામાન્ય રીતે 16 પોઈન્ટને પ્લેઓફ માટે સુરક્ષિત ‘મેજિક નંબર’ માનવામાં આવે છે. ઈતિહાસ મુજબ 16 પોઈન્ટ મેળવનાર ટીમો લગભગ હંમેશા પ્લેઓફમાં પહોંચી છે. હાલમાં RCB, SRH અને GT પાસે 11 મેચમાં 14 પોઈન્ટ છે અને તેમને ક્વોલિફાય થવા માટે બાકીની મેચોમાંથી માત્ર એક જીત જરૂરી છે.

દિલ્હી અને કોલકત્તા સામે રમાયેલી આઈપીએલ મેચમાં કેકેઆરનો ઓપનરહ ફિન એલની તોફાની સદીથી પોતાની ટીમને વિજય અપાયો હતો. ફિન એલને 5 ચોગ્ગા અને 10 છગ્ગા મારવામાં આવ્યા હતા. કેકેઆર તરફથી તે સદી ફટકારનાર ચોથો ખેલાડી બન્યો છે. અને ન્યૂઝીલેન્ડનો બીજો ખેલાડી. હ

મેચ બાદ અક્ષર પટેલે કહ્યું, “ટીમ અપેક્ષા મુજબ રન બનાવી શકી નહીં અને સ્પિન બોલરોએ પણ ઘણી ભૂલો કરી. પિચ જે રીતે વર્તી રહી હતી, તેને જોતા સ્પિનરોને વધુ સચોટ બોલિંગ કરવાની જરૂર હતી. જોકે, મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ બે-ત્રણ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવવાનો રહ્યો. ત્યાંથી ટીમનું મોમેન્ટમ સંપૂર્ણપણે હાથમાંથી નીકળી ગયું અને વિરોધી ટીમે મેચ પર પકડ બનાવી લીધી. ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચમાં પણ આવું જ થયું હતું. તે મેચમાં પણ શરૂઆત સારી થઈ હતી, પરંતુ સતત વિકેટ પડતાં ટીમ દબાણમાં આવી ગઈ હતી.”