જૂનાગઢ જિલ્લાના વંથલી શહેર અને આસપાસના વિસ્તારોમાં રવિવારે મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વીજળીના કડાકા-ભડાકા સાથે શરૂ થયેલો વરસાદ બાદમાં ધોધમાર વરસતા શહેરના અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. વરસાદથી લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે, જ્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.