
જાપાનના દક્ષિણ-પશ્ચિમ દ્વીપ ક્યૂશુના કુમામોટો પ્રાંતમાં મંગળવારે આવેલા 7.1ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 30 થઈ ગઈ છે. સ્થાનિક પ્રશાસન અનુસાર 60થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે હજુ પણ અનેક લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે.

જાપાન ફરી એકવાર કુદરતી આફતના ઝટકાથી હચમચી ઉઠ્યું છે. ક્યૂશુના કુમામોટો પ્રીફેક્ચરમાં આવેલા 7.1ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભૂકંપના જોરદાર આંચકા દક્ષિણ કોરિયાના કેટલાક વિસ્તારોમાં પણ અનુભવાયા હતા, જેના પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

જાપાનમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી છે. ઉત્તર-પૂર્વીય ઇવાતે પ્રાંતમાં રવિવારે વહેલી સવારે 6.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જોકે ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી અને પરમાણુ પ્લાન્ટમાં પણ કોઈ નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.

Japan Earthquake: ઉત્તર જાપાનમાં ફરી એકવાર આવેલા વિનાશક ભૂકંપે બધાને ડરાવી દીધા છે. આ કારણે સુનામીનો ભય પણ છે. સોમવારે બપોરે લગભગ 4:53 વાગ્યે (ભારતીય સમય મુજબ બપોરે 1:23 વાગ્યે) સાનરિકુ કિનારા નજીક સમુદ્રમાં શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે, જાપાન હવામાન એજન્સી (JMA) એ તાત્કાલિક દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરી હતી.

Japan News: જાપાની વૈજ્ઞાનિકોએ ઇન્ટરનેટ સ્પીડ માટે એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. મે 2025માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન્સ ટેકનોલોજીની (NICT) એક ટીમે 1.02 પેટાબિટ પ્રતિ સેકન્ડની ગતિ હાંસલ કરી છે. આ રેકોર્ડ સત્તાવાર રીતે 29 મે, 2025ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ સ્પીડને સમજવી ખૂબ જ મુશ્કેલ હતી. 1.02 પેટાબિટ પ્રતિ સેકન્ડ એટલે કે, પ્રતિ સેકન્ડ 1 મિલિયન ગીગાબાઇટથી વધુ ડેટા ટ્રાન્સફર થાય છે. આ ઝડપે આખી નેટફ્લિક્સ લાઇબ્રેરી ફક્ત 1 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે. વધુમાં લાખો લોકો