જામનગરમાં મનપાનું મેગા સફાઈ અભિયાન: સુભાષ શાક માર્કેટમાં કમિશનર સહિત અધિકારીઓનું નિરીક્ષણ
જામનગર: શહેરને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને સુવ્યવસ્થિત બનાવવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનને વધુ વેગ આપવામાં આવ્યો છે. શહેરના તમામ 16 વોર્ડમાં ચાલી રહેલી રૂટિન સફાઈ વિઝિટના ભાગરૂપે આજે સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી સફાઈ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. મનપાના કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એસ્ટેટ અને ભૂગર્ભ ગટર શાખાના અધિકારીઓએ સુભાષ...
Rupin Bakraniya