
Dwarka Temple : દ્વારકાના પ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિર સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મંદિરની સુરક્ષા વ્યવસ્થા અને નિયમોના પાલન અંગે અનેક સવાલો ઊભા થયા છે.

દ્વારકામાં આવેલ પવિત્ર દ્વારકાધીશ જગતમંદિર ખાતે રવિવાર તા. 28 જૂન, 2026ના રોજ જયેષ્ઠાભિષેક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેઠ માસના જયેષ્ઠા નક્ષત્રના શુભ અવસરે પરંપરા અને શ્રદ્ધાભાવ સાથે યોજાતા આ વિશિષ્ટ ઉત્સવમાં શ્રીજીને આમ્રરસ અને અઘોરકુંડના પવિત્ર જળથી ખુલ્લા પડદે અભિષેક કરવામાં આવ્યો હતો, જેને જોવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.