
Strait of Hormuz: ઇરાને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર અંગે કડક નિયમો લાગુ કર્યા છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે અમેરિકાએ ઇરાની બંદરોની નાકાબંધી ચાલુ રાખી છે. ઇરાનની સેનાના એક ખાસ એકમ, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે (IRGC) સ્પષ્ટપણે જણાવ્યું છે કે, હવે ફક્ત વેપારી જહાજો જ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ શકશે અને તે પણ ઇરાન દ્વારા નક્કી કરાયેલા માર્ગો દ્વારા જઈ શકશે.

America Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં મહત્વપૂર્ણ અને ‘Make or Break’ શાંતિ મંત્રણા શરૂ થઈ ગઈ છે. દુનિયા આ મંત્રણા પર નજર રાખી રહી છે. કારણ કે તે પશ્ચિમ એશિયાનું ભવિષ્ય નક્કી કરી શકે છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પોતે આ મંત્રણાને નિર્ણાયક ગણાવી છે. 8 એપ્રિલે જાહેર કરાયેલા યુદ્ધવિરામ પછી આ મંત્રણાઓ થઈ રહી છે અને તેનો હેતુ સંઘર્ષને કાયમી ધોરણે સમાપ્ત કરવાનો છે.