
મધ્ય પૂર્વમાં તણાવ વધુ ઉગ્ર બન્યો છે. ઈરાનના મિસાઈલ હુમલામાં કુવૈતમાં આવેલી ચીની કંપનીની ઈમારતને ભારે નુકસાન પહોંચ્યું છે, જેમાં એક કર્મચારીનું મોત થયું છે. બીજી તરફ, અમેરિકા-ઈરાન વચ્ચે વધતા સંઘર્ષને કારણે વૈશ્વિક સુરક્ષા અને ઊર્જા પુરવઠા પર ચિંતા વધી રહી છે.

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળ્યું છે. ઈરાન અને ઇઝરાયલ એકબીજા પર ભીષણ મિસાઇલ હુમલા કરી રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિએ બંને દેશોને હુમલાઓથી દૂર રહેવા વિનંતી કરી છે. રવિવારે રાત્રે ઈરાને ઈઝરાયલના અનેક શહેરો પર હુમલા કર્યા હતા. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે બેન્જામિન નેતન્યાહૂને ફોન કર્યો અને ઇઝરાયલને બદલો ન લેવા વિનંતી કરી.

Kuwait Iran Missile Drone Attack: સોમવારે વહેલી સવારે ઈરાને કુવૈત પર મોટો હુમલો કર્યો, મિસાઇલો અને ડ્રોનનો મારો કર્યો, જેના કારણે દેશભરમાં સાયરન વાગવા લાગ્યા, જેના કારણે સલામત સ્થળે દોડી આવેલા રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો. કુવૈત ન્યૂઝ એજન્સી (KUNA) એ અહેવાલ આપ્યો છે કે દેશભરમાં સાયરન વાગી રહ્યા છે. સેનાએ દુશ્મન મિસાઇલો અને ડ્રોનને અટકાવવા માટે હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને સક્રિય કરી દીધી છે. દ

મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકી ડ્રોનને તોડી પાડ્યો છે, જ્યારે હોર્મુઝ જળમાર્ગ નજીક ચેતવણીરૂપ ફાયરિંગ અને મિસાઇલ હુમલાના અહેવાલો પણ સામે આવ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા આ તણાવને કારણે ખાડી વિસ્તાર સહિત વૈશ્વિક સ્તરે ચિંતા વધી ગઈ છે.

US Iran War Financial Loss 2026: ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાને મોટું નુકસાન થયું છે. અમેરિકા સ્થિત થિંક ટેન્ક સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ (CSIS) અનુસાર, ઈરાની મિસાઇલો, ડ્રોન અને કમનસીબ 'ફ્રેન્ડલી ફાયર'થી અમેરિકન લશ્કરી સાધનોને $2.3 બિલિયનથી $2.8 બિલિયન (લગભગ રૂ. 19,400 કરોડથી રૂ. 23,700 કરોડ)નું નુકસાન થયું છે. આ અંદાજ મુખ્યત્વે હવાઈ સાધનોનો સંદર્ભ આપે છે...