
Iran America Tension: અમેરિકા સાથે વધતા તણાવ વચ્ચે ઈરાનના શક્તિશાળી લશ્કરી દળ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે (IRGC) હોર્મુઝ સ્ટ્રેટમાં બે જહાજો જપ્ત કરવાનો દાવો કર્યો છે. ઈરાનના રાજ્ય મીડિયા ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ અનુસાર, આ જહાજોની ઓળખ "MSC-FRANCESCA" અને "EPAMINODES" તરીકે કરવામાં આવી હતી. આ જહાજોમાંથી એક દુબઈથી ગુજરાતના મુન્દ્રા બંદર તરફ આવી રહ્યું હતું. આ જહાજોને હવે ઈરાની જળસીમામાં લઈ જવામાં આવી રહ્યા છે.

Iran America Ceasefire: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. આ જાહેરાત બાદ ભારત સરકારે ઈરાનમાં પોતાના નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ભારત સરકારે ભારતીયો માટે મુસાફરી પ્રતિબંધો જાહેર કર્યા છે અને તમામ ભારતીયોને તાત્કાલિક ઈરાન છોડવાનો નિર્દેશ આપ્યો છે.

Iran America News: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ સંઘર્ષને રોકવા માટે હવે રાજદ્વારી પ્રયાસો શરૂ થયા છે. બંને દેશો ઘણા પ્રાદેશિક મધ્યસ્થી સાથે 45 દિવસના સંભવિત યુદ્ધવિરામ માટે વાટાઘાટો કરી રહ્યા છે, જેને સંઘર્ષને રોકવા માટે છેલ્લા પ્રયાસ તરીકે જોવામાં આવે છે. એક્સિઓસના અહેવાલ મુજબ, આ વાટાઘાટોમાં અમેરિકા, ઇઝરાયલ અને કેટલાક ગલ્ફ દેશોના અધિકારીઓ પણ ભાગ લઈ રહ્યા છે. જો કે, અહેવાલમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, આગામી 48 કલાકમાં કોઈ નક્કર કરાર પર પહોંચવાની શક્યતા ખૂબ ઓછી છે.