અમેરિકાના કેટલાક સાંસદોએ ટ્રમ્પ પ્રશાસનને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેની હાલની વિઝા વ્યવસ્થા યથાવત રાખવાની અપીલ કરી છે. સાંસદોએ ચેતવણી આપી કે સ્ટુડન્ટ વિઝા પર કડક મર્યાદા મૂકવાથી અમેરિકાની ટેક્નોલોજી, સંશોધન અને અર્થતંત્રને નુકસાન થઈ શકે છે.