ગુજરાતમાં પ્રથમ વખત સ્પીડી ખો ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ક્રીડા મંડળ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં રાજ્યની ચાર ટીમોએ ભાગ લીધો હતો. પરંપરાગત ખો ખોના આધુનિક સ્વરૂપ ગણાતી સ્પીડી ખો ખોમાં શ્રી જુમ્માદાદા વ્યાયામ મંદિરે શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે ગુજરાત ક્રીડા મંડળની ટીમે દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હતું.