વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો અને મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. જોકે દિવસના અંતે સેન્સેક્સ અને નિફ્ટીએ જોરદાર રિકવરી સાથે લીલા નિશાનમાં કારોબાર પૂર્ણ કર્યો હતો, જ્યારે આઈટી શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી.