ભારતીય શેરબજારમાં સતત પાંચમા દિવસે તેજીનો માહોલ જોવા મળ્યો છે. ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સ મજબૂતી સાથે બંધ થયા હતા. વૈશ્વિક સંકેતો, સેક્ટરલ ખરીદી અને કેટલાક બ્લૂચિપ શેરોમાં થયેલી લેવાલીને કારણે બજારમાં સકારાત્મક ટ્રેન્ડ જળવાયો હતો.