વૈશ્વિક સુરક્ષા અને હથિયારો પર નજર રાખતી સંસ્થા SIPRIની તાજેતરની રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે ઓછામાં ઓછા 12 પરમાણુ વોરહેડ્સને ઓપરેશનલ સ્થિતિમાં તહેનાત કર્યા છે. રિપોર્ટ મુજબ જાન્યુઆરી 2026 સુધીમાં ભારત પાસે કુલ 190 પરમાણુ વોરહેડ્સ છે.