વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન બંને દેશોના સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયો છે. ભારત અને ન્યૂઝીલેન્ડે 2030 સુધી દ્વિપક્ષીય વેપાર બમણો કરીને અંદાજે ₹35 હજાર કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ સાથે આતંકવાદ સામે સંયુક્ત લડાઈ, દરિયાઈ સુરક્ષા અને મુક્ત ઈન્ડો-પેસિફિક સહિતના મુદ્દે બંને દેશોએ એકસૂર વ્યક્ત કર્યો છે.