
Jamnagar: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન જામનગરમાં દેશભક્તિ સાથે હેરિટેજ અને જૂની યાદોનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર 1946થી 1980ના સમયગાળાની વિન્ટેજ કારોની રેલી નીકળી હતી. તિરંગાથી શણગારેલી દાયકાઓ જૂની કારોએ નગરજનોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.

Jamnagar: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમગ્ર જામનગરમાં દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી. આ દરમિયાન શહેરની રતનબાઈ મસ્જિદ ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મસ્જિદ પરિસરમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Independence Day 2026: દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકા કચેરીના પરિસરમાં શુક્રવારે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન સમગ્ર પાલિકા પરિસર દેશભક્તિના રંગે રંગાયું હતું. ચૂંટાયેલા હોદ્દેદારો, અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

BAPS Swaminarayan Temple Ahmedabad Independence Day 2026: દેશભરમાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહ અને રાષ્ટ્રગૌરવ સાથે કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં પણ સ્વતંત્રતા પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ઉજવણી 15 ઓગસ્ટના આ...

Independence Day 2026 : દેશભરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલ વચ્ચે થઈ રહી છે. દેશના વિવિધ ખૂણાઓમાં લોકો અને સંસ્થાઓ દ્વારા અલગ-અલગ રીતે રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે પોરબંદરમાં સ્વાતંત્ર્ય પર્વની એક અનોખી અને રોમાંચક ઉજવણી જોવા મળી, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું.

Independence Day 2026 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા, એકતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને ઉજાગર કરતી આ ઉજવણીમાં ધ્વજવંદન સમારોહ સહિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

Independence Day 2026 : દેશ આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ ગૌરવ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવી રહ્યો છે. ગુજરાતમાં પણ વિવિધ શહેરો અને જિલ્લાઓમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત વડોદરા ખાતે પણ વિશેષ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Independence Day 2026 : દેશ આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ ગૌરવ, ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવી રહ્યો છે. ગુજરાતમાં પણ વિવિધ સ્થળોએ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પણ 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વિશેષ ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

PM Modi on Independence Day : દેશ આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ ગૌરવ અને દેશભક્તિના માહોલમાં ઉજવી રહ્યો છે. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ અંદાજમાં જોવા મળ્યા. આ વખતે તેમની પરંપરાગત સ્વાતંત્ર્ય દિવસની પાઘડી ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે.

Independence Day 2026 : દેશ આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ દેશભક્તિ અને ગૌરવભેર ઉજવી રહ્યો છે. રાષ્ટ્રીય પર્વની મુખ્ય ઉજવણી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર યોજાઈ છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 13મી વખત તિરંગો ફરકાવીને દેશને સંબોધન કરશે. આ વર્ષની ઉજવણી અનેક રીતે ખાસ બની રહેશે, કારણ કે લાલ કિલ્લા પરથી પ્રથમ વખત ‘વંદે માતરમ’ના ગાનનો કાર્યક્રમ યોજાશે.

PM Modi Independence Day 2026: દેશ 15 ઓગસ્ટ, 2026ના રોજ 80મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. રાષ્ટ્રીય પર્વની મુખ્ય ઉજવણી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે થશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશને સંબોધિત કરશે. આ વખતે પણ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં કેટલીક વિશેષ બાબતો જોવા મળશે અને વડાપ્રધાન મોદી માટે આ દિવસ રેકોર્ડની દૃષ્ટિએ પણ મહત્વનો બની શકે છે....