અમદાવાદ ઝોન-7 LCBએ વન્યજીવ તસ્કરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી 1.823 કિલોગ્રામ વ્હેલની ઉલટી (એમ્બરગ્રિસ) સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી જપ્ત કરેલા મુદ્દામાલની અંદાજિત કિંમત 1.82 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવ્યું છે. મળતી માહિતી મુજબ LCBને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખ્સો પ્રતિબંધિત એમ્બરગ્રિસના ગેરકાયદે વેપાર માટે સોદો કરવા પહોંચવાના છે.