
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રૂથ સોશિયલ’ પર જણાવ્યું કે આ મિશન તેમના આદેશ પર ચલાવવામાં આવ્યું હતું અને તેમાં અમેરિકા તથા નાઇજિરિયાના સુરક્ષા દળોએ સાથે મળીને કામ કર્યું.

ભૂજના લોડાઈ ગામમાંથી સોશિયલ મીડિયા દ્વારા ઉશ્કેરણીજનક અને રાષ્ટ્રવિરોધી સામગ્રી ફેલાવનાર એક શખસને પશ્ચિમ કચ્છ SOGએ ઝડપી પાડ્યો છે. આરોપી પ્રતિબંધિત આતંકી સંગઠન ISISની વિચારધારાનો પ્રચાર કરતો હતો. જે સોશિયલ મીડિયા પર ઈસ્લામિક યુદ્ધ, ખિલાફત અને જિહાદ માટે લોકો એકઠા થવા ઉશ્કેરતા પોસ્ટ્સ શેર કરતો હતો. અને દેશ વિરોધી પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના કારણે પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.