મુંબઈ ઈન્ડિયન્સ (MI)માં આંતરિક તણાવ અને નિરાશાજનક પ્રદર્શન વચ્ચે કેપ્ટન હાર્દિક પંડ્યાના ભવિષ્યને લઈને મોટા પ્રશ્નો ઉભા થયા છે. ટીમ અને ખેલાડી વચ્ચે સંબંધોમાં તિરાડ પડવાના અહેવાલો સામે આવ્યા છે, જ્યારે સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતમાં હાર્દિક પંડ્યા ટીમ છોડે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.