રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા આ મેચમાં SRH એ પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 255 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટીમ તરફથી અભિષેક શર્માએ 22 બોલમાં 56 રન, ઈશાન કિશને 46 બોલમાં 79 રન અને હેનરિક ક્લાસેને માત્ર 24 બોલમાં 51 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી.