તહેરાન/વોશિંગ્ટન: મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ વધી રહ્યો છે. ઈરાનની સંયુક્ત સૈન્ય કમાન્ડે હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) મારફતે જહાજોની અવરજવર બંધ કરવાની જાહેરાત કરી છે. ઈરાને આ પગલાં પાછળ અમેરિકા દ્વારા તાજેતરમાં થયેલા સમજૂતી કરાર (MoU)ના કથિત ઉલ્લંઘન, દક્ષિણ લેબનાનમાંથી સૈન્ય ન હટાવવું અને ઈઝરાયેલ દ્વારા યુદ્ધવિરામના ભંગને જવાબદાર ગણાવ્યા છે. ઈરાને આ નિર્ણયને "પ્રથમ પગલું" ગણાવતાં ચેતવણી આપી છે...