
8 સપ્ટેમ્બર, 2026ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વડોદરા અને નવસારીની મુલાકાતે આવશે. આ પ્રસંગે તેમના હસ્તે ગુજરાતમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ વખતે ગુજરાતે વડાપ્રધાનશ્રીના સ્વાગત માટે એક નવો અભિગમ અપનાવ્યો છે. સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનને જન આંદોલનમાં રૂપાંતરિત કરવા માટે તેમના નેતૃત્વમાં થયેલી નોંધપાત્ર સફળતાને ધ્યાનમાં રાખીને, આ વખતે વડાપ્રધાનશ્રીનું ‘સ્વચ્છતા સે સ્વાગત’ કરવામાં આવશે. આ વિશેષ અભિયાનના ભાગરૂપે અત્યારે વડોદરા અને નવસારીમાં સપ્તાહભરથી વિવિધ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. 1 જુલાઈથી 7 જુલાઈ સુધી ચાલનારા આ અભિયાન દરમિયાન સ્વચ્છતા માટે વિશેષ શ્રમદાન કરવામાં આવ્યું હતું અને સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા જાગૃતિ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો છે.