જૂનાગઢ: જિલ્લામાં ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે જૂનાગઢ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજસીટોક (GUJCTOC) એક્ટ હેઠળ કુખ્યાત રવની ગેંગ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં સંગઠિત ગુનાખોરી દ્વારા હસ્તગત કરવામાં આવેલી અંદાજે રૂ.2.96 કરોડની સ્થાવર અને જંગમ મિલ્કતો જપ્ત કરવામાં આવી છે. જૂનાગઢ ડીવાયએસપી હિતેષ ધાધલિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ...