અમદાવાદ શહેરના કોટડા અને સૈજપુર વિસ્તારોમાં અસામાજિક તત્વોએ રાત્રિના સમયે વાહનોમાં તોડફોડ કરી શહેરમાં દહેશતનો માહોલ ફેલાવ્યો છે. અલગ-અલગ સ્થળોએ પાર્ક કરેલા દઝનોથી વધુ વાહનોને નિશાન બનાવી કાચ તોડી નાખવામાં આવ્યા હતા, જ્યારે જૂની અદાવતને કારણે આ હુમલો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કેટલાક આરોપીઓને કાબૂમાં લીધા છે અને અન્યની શોધખોળ તેજ કરી છે.