
ગુજરાતની ઓળખ અને કુદરતી વારસાનું ગૌરવ ગણાતા ગીરના એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. ગીરનો સિંહ માત્ર ગુજરાતનું ઘરેણું જ નહીં, પરંતુ કુદરત અને વન્યજીવ સંરક્ષણની સફળતાનું જીવંત પ્રતીક છે. સિંહોના સંરક્ષણ સાથે ગીરના જંગલ અને આસપાસના પર્યાવરણને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ દરેકની છે.

જામનગર: ગીર પંથકમાં યુવક પર થયેલા સિંહના હુમલાની ઘટનાને લઈને રાજ્યસભાના સાંસદ પરીમલ નથવાણીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આ ઘટનાને દુઃખદ અને ચિંતાજનક ગણાવી જણાવ્યું કે આવી ઘટનાઓ ટાળવા માટે દરેક વ્યક્તિએ જવાબદારીપૂર્વક વર્તન કરવું જરૂરી છે. પરીમલ નથવાણીએ જણાવ્યું કે સિંહ અને સિંહણના પ્રજનન (મેટિંગ) સમયગાળા દરમિયાન તેઓ વધુ સંવેદનશીલ અને આક્રમક સ્વભાવના બની શકે છે. આવા સમયે...

ગીર અભયારણ્યમાં પ્રથમ વરસાદ બાદ કુદરત સોળે કળાએ ખીલી ઊઠી છે. હરિયાળીની વચ્ચે માતા સિંહણ સાથે રમતા સિંહબાળોનો મનમોહક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે વન્યજીવ પ્રેમીઓનું દિલ જીતી રહ્યો છે.