ગીર સોમનાથ: હવામાન વિભાગ દ્વારા આગામી 31 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગોને જરૂરી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા તેમજ કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરવા સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 24 કલાક...