ભુજમાં આજે સવારે એક ખાનગી હોસ્પિટલમાં એર કન્ડિશનર (AC)માં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. ઘટનાના પગલે દર્દીઓ અને સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.