
Anti Paper Leak Bill 2026: દેશભરમાં પેપર લીકના મુદ્દે વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારે પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે સંસદમાં એન્ટી પેપર લીક સુધારા બિલ રજૂ કર્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે લોકસભામાં આ બિલ રજૂ કર્યું, જેમાં પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે અગાઉ કરતાં વધુ કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. જંતર-મંતર પર...

સંસદના ચોમાસુ સત્રમાં પબ્લિક એક્ઝામિનેશન (અનુચિત સાધનોની રોકથામ) સુધારા બિલ, 2026ને લઈને ભાજપના સાંસદોએ તેને પેપર લીક જેવી ઘટનાઓને રોકવા માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. ભાજપ સાંસદોએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પરીક્ષા વ્યવસ્થાને પારદર્શક અને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ રવિવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. શિક્ષણ વ્યવસ્થા, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ના અસરકારક અમલીકરણ અંગે દેશમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.