Donald Trump on Tariffs: અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના એક નિવેદનથી ભારતીય શેરબજારના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે અમેરિકામાં આવતી બ્રાન્ડેડ અને પેટન્ટ દવાઓ પર 100% સુધીનો ટેરિફ લાદવામાં આવી શકે છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ રોકાણકારો ગભરાઈ ગયા અને ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે.