ફિલ્મમેકર અને ફેશન સ્ટાઇલિસ્ટ રિયા અનિલ કપૂરની ટીમ સાથે જોડાયેલી એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. રિયા કપૂર માટે ભાડે લેવામાં આવેલા અંદાજે 1.35 કરોડ રૂપિયાના કિંમતી હીરાજડિત ઈયરરિંગ્સ ગુમ થતાં મુંબઈના સહાર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.