જામનગર જિલ્લા LCBની ટીમને બાતમી મળી હતી કે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ધ્રોલ તાલુકાના મોડપર ગામના પાટિયા પાસે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર ચુસ્ત વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ હાલતમાં દેખાતા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખરાબેલા ગામના રહેવાસી વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજાને અટકાવી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.