
Adani Defence SIDM Champion Award 2026: ભારતની અગ્રણી સંરક્ષણ ઉત્પાદક કંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસને સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ નિકાસ કામગીરી બદલ સોસાયટી ઓફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સ (SIDM) તરફથી...

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે ભારતના રક્ષા ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોમાં ઐતિહાસિક પ્રગતિ નોંધાઈ છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન દેશનું વાર્ષિક રક્ષા ઉત્પાદન સર્વકાલીન ઉચ્ચ સ્તર ₹1.78 લાખ કરોડ સુધી પહોંચ્યું છે, જે 2014-15ની સરખામણીએ લગભગ ત્રણ ગણું વધારે છે.

ભારતીય સેના પોતાની આધુનિક યુદ્ધ ક્ષમતાઓને સતત મજબૂત બનાવી રહી છે. આ દિશામાં સેનાને વધુ એક મોટી સફળતા મળી છે. ભારતીય રક્ષા ક્ષેત્રની કંપની SMPPએ ભારતીય સેનાને સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર કરાયેલા 106 "પીસકીપર (અગ્નિવેગ)" જેટ આધારિત કામિકાઝે ડ્રોનની ડિલિવરી પૂર્ણ કરી છે. આ નવા ડ્રોનના સમાવેશથી સેનાની હુમલાખોર ક્ષમતા અને ડ્રોન પાવરમાં નોંધપાત્ર વધારો થયો છે.