જૂનાગઢ: ગિરનાર ખાતે યોજાનારા જૈન સમાજના નિર્વાણ લાડુ ઉત્સવ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ ઉમટે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. સમગ્ર યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ત્રણ દિવસ સુધી વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, જૈન સમાજ અને હિન્દુ સમાજની આસ્થાના કેન્દ્ર એવા દત્તાત્રેય...