ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મોટી જાનહાનિ ટળી છે. રણછોડરાયજી મંદિરના મુખ્ય પ્રવેશદ્વારથી માત્ર 20 ફૂટ દૂર આવેલી જર્જરિત ઈમારત અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.